જ્ઞાનવિધિ શું છે ? રજિસ્ટ્રેશન

જ્ઞાનવિધિ શું છે ?

જ્ઞાનવિધિ એ આત્મજ્ઞાન (આત્મસાક્ષાત્કાર) પ્રાપ્ત કરવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે આધ્યાત્મિક ગુરુ (જ્ઞાની પુરુષ)ની હાજરીમાં થાય છે. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા આત્મજ્ઞાનથી - આત્મા તેમજ મન, વચન અને કાયા વચ્ચે કાયમી રીતે ભેદરેખા પડી જાય છે.

તમારા સાચા સ્વરૂપને ઓળખો!

જ્ઞાનવિધિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા તમારા સાચા સ્વરૂપને ઓળખો અને આત્માનો અનુભવ કરો.

જ્ઞાનવિધિ પછીનું જીવન
FAQs

  • જ્ઞાની પુરુષ પાસેથી સીધો અનુભવ
    આત્મજ્ઞાન જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થાય છે. તે બુદ્ધિગમ્ય સમજણ નહીં, પરંતુ આત્માનો સીધો અનુભવ છે.
  • સાંસારિક જીવન છોડવાની જરૂર નથી
    તમારે તમારી જવાબદારીઓ અથવા સંબંધોનો ત્યાગ કરવાની જરૂર નથી. આત્મજાગૃતિમાં રહીને તમે તમારા નોકરી-ધંધા કરી શકો અને પરિવાર સાથે રહી તમામ ફરજો નિભાવી શકો છો.
  • સરળ અને ઝડપી
    આજના ઝડપી જીવનમાં, લાંબી આધ્યાત્મિક સાધનાઓ મુશ્કેલ છે. જ્ઞાનવિધિ એ ૨ કલાકનો પ્રયોગ છે જે તરત જ અનુભવ આપે છે.
  • ગૂંચવણ વિનાની સ્પષ્ટતા
    જ્ઞાનવિધિ નીચેની બાબતોની સ્પષ્ટ સમજણ આપે છે:
    - “હું કોણ છું?”
    - “કર્તા કોણ છે?”
    આ આંતરિક ગૂંચવણ દૂર કરે છે અને જીવનમાં સ્પષ્ટતા લાવે છે.

ના, તમારે તમારો ધર્મ, માન્યતાઓ, પરંપરાઓ અથવા ગુરુ બદલવાની જરૂર નથી.

  • હા, જ્ઞાનવિધિ એ જ્ઞાની પુરુષની કૃપા અને આશીર્વાદનું ફળ છે; તે માટે પ્રત્યક્ષ આવવું અનિવાર્ય છે.
  • પૂજ્ય નીરુમા તથા પૂજ્ય દીપકભાઈના ટીવી અને વિડીયો સત્સંગ કાર્યક્રમો તથા દાદાશ્રીના પુસ્તકો તમને જ્ઞાન મેળવવા અંગેની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં મદદ કરી શકે પરંતુ આત્મસાક્ષાત્કાર નહીં કરાવી શકે.
  • જ્ઞાન પ્રાપ્ત કરવાનાં કોઈ પણ સાધનથી શાંતિ જરૂર મળે પરંતુ પોતાનો આત્મા જગાડવા પ્રત્યક્ષ આવી જ્ઞાન લેવું પડે. દાખલા તરીકે પુસ્તકમાં દર્શાવેલો દીવો પ્રકાશ ના આપી શકે પરંતુ પ્રત્યક્ષમાં પ્રગટાવેલો દીવો જ પ્રકાશ આપી શકે.

આ અમૂલ્ય અનુભવ પ્રાપ્ત કરવા માટે “પરમ વિનય” અને “હું કંઈ જ જાણતો નથી” એ ભાવ સાથે આવવું.